માળીયા (મી.) : તાલુકાના સરવડ ગામે આગામી તારીખ 7 ઓગસ્ટ ને ગોકુળ આઠમ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન પરા ગ્રુપ સરવડ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી નિમિત્તે આઠમના દિવસે સવારે 8 કલાકે સરવડ ગામે શોભાયાત્રા તથા મટકીફોડ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સરવડ ગામની સર્વ ધર્મ પ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવાયું છે.