મોરબી : શ્રદ્ધા અને ઉત્સાહના પ્રતીક સમા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું લુણસર ગામમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ૧૬ ઓગસ્ટ, ૨૦૨૫ને શનિવારના રોજ બપોર ૨:૦૦ કલાકે ભવ્ય શોભાયાત્રા અને મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક ઉત્સવ લુણસર ગામના રામજી મંદિર ચોક ખાતે યોજાશે. ત્યારે લુણસર ગામ સમસ્ત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પધારવા સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.