મોરબી : આવતીકાલે તારીખ ૨૧/૨/૨૦૨૦ ના રોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બપોરે ૨:૩૦ કલાકે આમરણ ચોવીસી ગામ સોમનાથ મહાદેવ મંદિર મુકામે શિવ ગ્રુપ દ્વારા ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. તથા રાત્રે ૯:૦૦ કલાકે આમરણ ગામ ની સર્વ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે. આ તકે આયોજકોએ ગ્રામજનોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.