મોરબી : મોરબીના અમરેલી ગામે આગામી તારીખ 16 ઓગસ્ટ ને શનિવારના રોજ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી નિમિત્તે અમરેલી ગામમાં સવારે 8 કલાકે રામજી મંદિર ચોકથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને મટકી ફોડના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમસ્ત અમરેલી ગામના લોકો જોડાશે અને ઉલ્લાસભેર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરશે.