મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના બસસ્ટેન્ડ પાસે સિમેન્ટના ગળદા બનાવવાના કારખાનાના લેબર ક્વાટર્સમાં રહેતા શીલાબેન સુરેશભાઇ મેડા ઉ.22 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક શીલાબેનના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. હાલમાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.