મોરબી : મોરબીના નવા બનેલા નવલખી રોડ ઉપર ખાડો પડ્યો હોવાનો વિડીયો સ્થાનિકોએ વાયરલ કર્યો છે. આ ખાડો પરશુરામ બ્રિજથી મોરબી તરફના રસ્તે પડ્યો છે. આ મામલે સિટી ઈજનેર હિતેશ આદ્રોજાએ જણાવ્યું કે સાઈડની ગટરના પાઈપમાં માટી આવી ગઈ હશે. પાઈપમાં ફીલિંગ કરવું પડશે. આ ખાડાના રીપેરીંગની સૂચના આપી દેવામાં આવશે.