Morbi: મોરબી જિલ્લાનાં ટંકારાનાં ભૂતકોટડા ગામે એક વિશેષ બૂથ તૈયાર કરવામાં આવ્યું છે. આ બૂથની વિશેષતા એ છે કે, તેનું તમામ સંચાલન કરનાર કર્મચારીઓ દિવ્યાંગ છે.દિવ્યાંગ અધિકારી કર્મચારીઓ અન્ય લોકોને મતદાન કરવા માટે સહયોગ આપી રહ્યા છે, તો સમગ્ર સંચાલન દિવ્યાંગ કરતા હોવાથી મતદારોમાં પણ મતદાન માટેની પ્રેરણા મળી રહી છે. દિવ્યાંગ અધિકારી કર્મચારીઓ વધુને વધુ મતદાન કરે તેવી અપીલ કરી રહ્યા છે.