મોરબી : મોરબીમાં પોલીસમેને રસ્તામાંથી મળેલી લેધર બેગ કે જેમાં દોઢ લાખ રોકડ, આઇપેડ અને પેન ડ્રાઇવ હતા તેને મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.માં ફરજ બજાવતા અના પો.હેડ.કોન્સ જગદિશભાઇ જીવણભાઇ ડાંગર, પો.કોન્સ. લાલભા રધુભા ચૈાહાણ, પો.કોન્સ. મનોજભાઇ નારણભાઇ ગોખરૂ એમ બધા લગધીર બીટ વિસ્તારમાં સર્કીટ હાઉસ તરફથી ઉમા ટાઉનશીપ રોડ તરફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ભારતી ગર્લ્સ હાઇસ્કુલ પાસે રોડ ઉપર પહોંચેલ તે દરમિયાન રોડ ઉપર નીચેના ભાગે એક લેધર બેગ સારી હાલતમાં પડેલ પો.કોન્સ. લાલભા ચૌહાણને જોવામાં આવતા શંકા જતા ઉભા રહી તે લેધરબેગ તપાસતા તેમાં રોકડ રૂપિયા ૧,૫૦,૦૦૦/- તથા એક આઇપેડ તથા એક પેનડ્રાઇવ તથા ડાયરી એમ વસ્તુ મળી હતી. કોઇ રાહદારીનો કિમતી સામાન હોય જેથી જરાપણ વિચાર કર્યા વગર પ્રમાણીકતા દાખવી તેના માલિક બાબતે તપાસ કરતા પાર્થભાઇ જયંતીભાઇ કાલરીયા ઉવ.૨૮ ધંધો.વેપાર રહે.શનાળા રોડ મોરબી વાળાનું હોવાની ખરાઇ કરી તેઓને પો.સ્ટે. ખાતે બોલાવી વસ્તુ પરત સોંપી આપી પ્રમણીકતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે.