હળવદ : હળવદના ઘનશ્યામગઢ પાસે ગત 1 તારીખે જીજે 13એ.ટી 9317 નમ્બરના ડમ્પર પૂર ઝડપે રોંગ સાઈડમાં ધસી આવી સામેથી આવતી અને જીજે 18 યુ 4910ની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ બનાવમાં 29 વર્ષીય યુવાન વિક્રમભાઈ રણછોડભાઈ રાજપરા નામના ચાલકને બન્ને પગે ગંભીર ઇજા પહોંચી હતી આ ઉપરાંત અન્ય બે વ્યક્તિ કલ્પેશભાઈ અને ખોડાભાઈને ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાને હળવદ પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ અંગેની વધુ તપાસ હેડ.કોન્સ્ટેબલ બી.એમ.આલ ચલાવી રહ્યા છે.