ટંકારા : ટંકારામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મતદાનના દિવસે દુકાનોમાં થયેલ ચોરીની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. આ બનાવ અંગે ટંકારાની લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતા સૈલેષભાઇ જાદવજીભાઇ ભાલોડીયાએ ફરિયાદ નોંધાવી છે કે ટંકારાના લતીપર રોડ પર પટેલ ચેમ્બર્સ તથા અમૃતા હોસ્પીટલમાં આવેલ દુકાનોના તસ્કરોએ નકુચા અને તાળા તોડી ચોરી કરી હતી. જેમાં હોસ્પીટલના ટેબલના ખાનામા રાખેલ રોકડ રકમ રૂ. 40,000 તથા સેમસંગ કંપનીની કાળા કલરની ડીઝીટલ કાંડા ઘડીયાળ કી.રૂ- 10,000 મળી કુલ રૂ- 50,000ની મતાની તેમજ અન્ય દુકાનોમા શટર તોડી દુકાનોમાથી રોકડ રકમ રૂપીયા 38,000 મળી કુલ રૂપીયા- 88,000ની મતાની ચોરી થઇ હતી. હાલમાં પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.