વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે બાઈક ચોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વીનોદભાઇ જગાભાઇ ધેણોજા (ઉ.વ. 37)એ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 17ના રોજ રાત્રે 9 વાગ્યાથી તા. 18ના રોજ સવારે 7 વાગ્યા દરમિયાન માટેલ ગામે બાપા સીતારામ મંદીર વાળી શેરીમાં વિનોદભાઇએ હીરો હોન્ડા સ્પ્લેન્ડર રજી. નં. જી.જે.-૩૬-કે-૬૫૨૭ ઘર પાસે હેન્ડલ લોક કર્યા વગર પાર્ક કરેલ હતું. આ બાઈકની ચોરી થઇ ગયેલ છે. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી બાઈક ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate