મોરબી : મોરબીના રવાપર રોડ પર નરસંગ ટેકરી મંદિરની પાછળ અમિત પાર્કમાં રહેતા ચિરાગભાઈ મહેન્દ્રભાઈ બાવરાવા તા. 11/11/2020ના રોજ પોતાના ઘરેથી કોઇને કહયા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમશુદા નોંધ કરવામાં આવી છે. હાલમાં પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે તેમની ઉંચાઈ આશરે પાંચ ફુટ આઠ ઈંચ છે. તથા વાને ઘઉ વર્ણો છે. અને શરીરે મધ્યમ બાંધાનો છે. મોઢુ લંબ ગોળ છે અને તેને જીન્સ પેન્ટ તથા ટી શર્ટ તથા પગે બુટ પહેરેલ છે.