દિલ્હી સાહિત્ય અકાદમીના સહયોગથી 25 સપ્ટેમ્બરના રોજ કાર્યક્રમનું આયોજન, સાહિત્ય રસિકોને જાહેર આમંત્રણમોરબી અપડેટ: સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે આગામી 25 સપ્ટેમ્બરના રોજ દિલ્હી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ કવિ સંમેલન કાર્યક્રમમાં દિલ્હી સાહિત્ય અકાદમીના ગુજરાતી સલાહકાર મંડળના સભ્ય નીતિન વડગામા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે. આ સાહિત્યિક કાર્યક્રમમાં રાજકોટના કવિ વારિજ લુહાર, વાંકાનેરના શૈલેન રાવલ તથા મોરબીના ભાવેશ જેતપરિયા, સંજય બાપોદરિયા અને રામ વારોતરિયા કાવ્યપાઠ રજૂ કરશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ, શરૂઆતમાં સ્વાગત વક્તવ્ય કોલેજના આચાર્ય કે. આર. દંગી દ્વારા આપવામાં આવશે અને કાર્યક્રમના અંતે આભારવિધિ કવિતા ઝાલા દ્વારા કરવામાં આવશે.આ કવિ સંમેલન 25 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 9 કલાકે યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના સભાગૃહ, મોરબી ખાતે શરૂ થશે. કાર્યક્રમ પૂર્વે સવારે 8:30 કલાકે ચા-પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ સાહિત્યિક મિજબાની માણવા અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આચાર્ય કે. આર. દંગી તથા કોલેજ પરિવાર દ્વારા મોરબી વિસ્તારના તમામ સાહિત્ય રસિકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #KaviSammelan #SahityaAkademi #UNMehtaArtsCollege #GujaratiSahitya #MorbiNews #PoetryEvent