મોરબી : મોરબીના રામધન આશ્રમ - ઉમિયા મંદિર ખાતે મહંત ભાવેશ્વરી બેન તથા શિવકથા સેવા સમિતિ દ્વારા શિવ મહાપુરાણ કથાનું તા. 8 થી 16 ફેબ્રુઆરી સુધી આયોજન કરેલ છે. જેમાં શિવકથાનું રસપાન બાળ વિદુષી રતનબેન કરશે. આ કથા અંતર્ગત સાહિત્ય ક્ષેત્રને આવરતા કાવ્ય સંધ્યાનું ગત તા. 9ના રોજ સાંજે 8 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કવિ રૂપેશ પરમાર 'જલરૂપ', બિપિન મધુર, શૈલેન મહેતા 'સરયૂ', જનાર્દન દવે 'અઘોરી' તથા ઉષા દવે 'DAWN' પોતાની કવિતા, ગીત-ગઝલ, મુક્તક, શેર પ્રસ્તુત કરી હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમજ કાર્યક્રમનું સંચાલન રામ વારોતરિયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં સાહિત્યકારો ડો. સતિષભાઈ પટેલ, ડો. રાજેશ મકવાણા તથા ચંદુભાઈ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત લોકોએ કાર્યક્રમને માણ્યો હતો.