મોરબી : આગામી તારીખ 8 નવેમ્બર ને શનિવારના રોજ રાત્રે 9-30 કલાકે રવાપર ગામે ગામના જાપે કૃષ્ણાનંદ ગૌશાળા (વાનરવીર આશ્રમ- ધુળકોટ)ના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાંચાપર યુવા શક્તિ મંડળ દ્વારા મહાન ઐતિહાસિક નાટક સતી રાણકદેવી યાને રા’ખેંગાર ભજવવામાં આવશે. તો આ નાટક નિહાળવા માટે કૃષ્ણાનંદ ગૌશાળાના મહંત ધરમદાસ તપસ્વી મોહનદાસ અને ચાંચાપર યુવાશક્તિ મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.