મોરબી : મોરબીના જેતપર (મચ્છુ) ગામે આવતીકાલે તારીખ 29 સપ્ટેમ્બર ને સોમવારના રોજ રાત્રે 9:30 કલાકે રામજી મંદિરના ચોકમાં મહાન ધાર્મિક નાટક મહિષાસુર મર્દીની ભજવવામાં આવશે. સદગુરુ સુધાકર કૃત મહાન ધાર્મિક નાટક મહિષાસુર મર્દીનીનું આયોજન કરવામાં આવ્યું હોય તો નાટક પ્રેમી જનતાને આ નાટક નિહાળવા નવદુર્ગા શક્તિ મંડળ જેતપર (મચ્છુ) દ્વારા આમંત્રણ પાઠવાયું છે.