ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામે આગામી તારીખ 24 નવેમ્બર ને શુક્રવારના રોજ જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું.) દ્વારા શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટના લાભાર્થે ભવ્ય નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. નસીતપર ગામે 24 નવેમ્બર ને શુક્રવારે રાત્રે 9-30 કલાકે મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ- નસીતપરના લાભાર્થે શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું) દ્ઘારા મહાન ઐતિહાસિક નાટક રામ વનવાસ યાને લંકા દહન અને સાથે હાસ્ય રસીક કોમિક દેવનો દીધેલો દામલો ભજવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવાના આ ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.