ટંકારા : શ્રી ઉમિયા ગૌસેવા યુવક મંડળ તથા નેસડા ગામ સમસ્ત દ્વારા આગામી તારીખ 20 સપ્ટેમ્બર ને શનિવારના રોજ રાત્રે 9-30 કલાકે નેસડા (ખા.) ગામે નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાન ઐતિહાસિક નાટક સતી મદાલશા યાને કે સ્વર્ગની સુંદરી તથા પેટ પકડીને હસાવે તેવું કોમિક નભલો-પભલો ભજવવામાં આવશે. સાથે જ મહાકાળી માતાજી પ્રાગટ્ય પ્રસંગનો વિશેષ કાર્યક્રમ યોજાશે. તો આ નાટક, કોમિક અને કાર્યક્રમ નિહાળવા સૌને આમંત્રણ પાઠવાયું છે.