મોરબી : લાલપર મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈશ્રી શક્તિ ગરબી મંડળ તથા લાલપર યુવા ગ્રુપ દ્વારા આગામી તારીખ 12 ઓક્ટોબર ને શનિવારે વિજ્યા દશમીના રોજ રાત્રે 10 કલાકે લાલપર ગામના રામજી મંદિર ચોકમાં નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજસ્થાનની ધરતી પર બની ગયેલા એક ઈતિહાસ માતૃભૂમિ મેવાળની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર એવા ભારતના વીરપુત્ર મહારાણા પ્રતાપનું મહાન ઐતિહાસિક નાટક ભજવવામાં આવશે. સાથે જ પેટ પકડીને હસાવતું કોમિક બે વરરાજા પણ રજૂ કરવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા સર્વે ધર્મ પ્રેમી જનતાને પધારવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.