જોડિયા : મોરબી જિલ્લાના સીમાડે આવેલા જામનગર જિલ્લાના જોડિયાના અંબાલા ગામે આવતીકાલે તારીખ 18 નવેમ્બરને શનિવારના રોજ ગૌશાળાના લાભાર્થો નાટક અને કોમિક રજુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે 18 નવેમ્બર ને લાભ પાંચમના શુભ દિવસે રાત્રે 9 કલાકે અંબાલા ગામે કામધેનુ ગૌશાળા કેન્દ્રના લાભાર્થે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ નાટક અને નભલો-પભલો કોમિક ભજવવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.