75 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો અને 50 વર્ષનું દામ્પત્યજીવન પૂર્ણ કરનાર દંપતીઓનું સન્માન કરાશે મોરબી અપડેટ : સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લા દ્વારા બ્રહ્મ સમાજના વડીલોના સન્માન માટે એક ભવ્ય 'પ્લેટીનીયમ જ્યુબેલી સન્માન સમારોહ' નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 17-09-2026, ગુરુવારના રોજ સવારે 7 થી 1 વાગ્યા દરમિયાન આ સમારોહ સીધ્ધી વિનાયક વાડી, શનાળા રોડ (સત્યમ પાનવાળી શેરી તથા જુના પેટ્રોલ પંપવાળી શેરી), મોરબી ખાતે યોજાશે.આ સમારોહમાં સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લા તરફથી જે જ્ઞાતિજનોએ 75 વર્ષ પૂર્ણ કર્યા હોય અથવા જે હયાત દંપતીના લગ્નના 50 વર્ષ પૂર્ણ થયા હોય તેઓનું 'પ્લેટીનીયમ જ્યુબેલી' સન્માન કરવામાં આવશે. જેમાં દીપ પ્રાગટ્ય વિજયભાઈ જાની (સરકારી વકીલ)ના હસ્તે તેમજ સ્વાગત પ્રવચન ડો. બી. કે. લહેરુ (પ્રમુખ) દ્વારા કરવામાં આવશે.આ કાર્યક્રમ ડો. અનીલભાઈ મહેતા (સૌ. કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ પ્રમુખ)ના પ્રમુખ સ્થાને યોજાશે.જેમ અતિથી વિશેષ તરીકે અશ્વિનભાઈ રાવલ, ભુપતભાઈ પંડ્યા, ડો. ચિન્મયી ત્રિવેદી, ધનશ્યામજી મહારાજ, નેહલ શુક્લ (મેયર-રાજકોટ), ડો. આશીષ આર. ત્રિવેદી, વિમલભાઈ જોષી, રાધેભાઈ, રાજુભાઈ વ્યાસ અને એલ. ડી. હડીયલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.કાર્યક્રમની રૂપરેખા • સવારે 9:00 થી 9:30: વડાપ્રધાનના 12 વર્ષના કાર્યકાળનું વ્યાખ્યાન માળા તેમજ કેક કટીંગ. • સવારે 9:30 થી 12:00: વડીલોને શીલ્ડ/ગિફ્ટ આપીને સન્માન. • બપોરે 12:00 વાગ્યે વડીલોનો પ્રતિભાવ.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કારોબારી, સૌરાષ્ટ્ર કચ્છ કારોબારીના સભ્યો, અને વિવિધ સહયોગી સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાશે. વડીલોના સન્માનના આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના તમામ લોકોને સમયસર પધારવા માટે પ્રમુખ ડો. બી. કે. લહેરુ (99132 22283), ચેરમેન રાજેશ જોષી અને મહામંત્રી અજયભાઈ જે. રાવલ (99784 89525) દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ખાસ જે સન્માનિત વડીલ નાદુરસ્ત હોય અથવા બહારગામ હોય તો તેમના પ્રતિનિધિએ હાજર રહેવા જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #BrahmSamaj #PlatinumJubilee #SeniorCitizenHonour #MorbiEvents #Morbi