મોરબી : રવિવારના રોજ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ લાઈનમાં પર્યાવરણના જતન હેતુ વૃક્ષરોપનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ પરિવારના સદસ્યોએ ભાગ લીધો હતો. પર્યાવરણમાં સુધારો લાવવાના હેતુસર મોરબી અને ટંકારા તાલુકામાં સઘન વૃક્ષારોપણ પાછલા 2 મહિનાઓથી ચાલી રહ્યું છે. જેમાં પોલીસ કર્મીઓ પણ પોતાનો ફાળો આપી શકે અને એ રીતે પર્યાવરણના જતનમાં પોલીસ વિભાગની પણ સંકલ્પબદ્ધતા ઉજાગર થાય એવા ઉમદા હેતુથી પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન અને સૂચનાથી રવિવારે તાલુકા પોલીસ લાઈનમાં વૃક્ષરોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત 70 જેટલા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું હતું. જેમાં પોલીસકર્મીઓએ વૃક્ષોનું જતન અને માવજત કરવાના સંકલ્પ લીધા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne