વિદ્યાર્થીઓને 70 જેટલી વનસ્પતિઓનો પરિચય અપાશે: બપોરે 2 થી 3 વાગ્યા સુધી આયોજનમોરબી અપડેટ: મોરબીના વીરપર ખાતે આવેલ નવયુગ સંકુલમાં આગામી તારીખ 18/09/2026 ના રોજ 'વનસ્પતિ પરિચય શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર બપોરે 2:00 થી 3:00 વાગ્યા સુધી યોજાશે, જેમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને આરોગ્ય વિશે માહિતગાર કરવામાં આવશે.70 ઔષધીય વનસ્પતિઓ અને તેના ગુણધર્મો અંગે અપાશે માર્ગદર્શનઆ શિબિરમાં વનસ્પતિ વિશેષજ્ઞ અને મોરબીના પર્યાવરણ પ્રેમી પ્રાણજીવન કાલરિયા (વૈદ્ય કે. જે. ઝાલા) દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણરૂપે વિદ્યાર્થીઓને 70 જેટલી વિવિધ વનસ્પતિઓનો પરિચય કરાવવામાં આવશે અને વનસ્પતિના ઔષધીય ઉપયોગો તથા તેના ગુણધર્મો સમજાવવામાં આવશે. આ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિમાં પી. ડી. કાંજીયા હાજર રહીને કાર્યક્રમની શોભા વધારશે.કાર્યક્રમનો મુખ્ય હેતુ • વિદ્યાર્થીઓની પર્યાવરણ પ્રતિ રુચિ કેળવવી. • વિદ્યાર્થીઓમાં આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ લાવવી. • વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સભાનતા લાવવી. • આજની યુવા પેઢીને આયુર્વેદ તરફ વાળવી.પર્યાવરણ બચાવો અને ભાવિ બચાવોના સંદેશ સાથે યોજાઈ રહેલા આ જાગૃતિ કાર્યક્રમ અંગેની વધુ માહિતી માટે મો.નં. 9426232400 પર સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #NavyugSankul #Ayurveda #EnvironmentAwareness #NatureCamp #VanaspatiShibir #Virpur