મોરબી : મોરબીમાં અસામાજિક તત્વો દ્વારા અવાર - નવાર રોડ પર માટીના ઢગલા કરીને લોકો માટે પરેશાની ઉભી કરતા હોય તેવું સામે આવ્યું છે. ત્યારે ફરી એક વાર લાલપર રોડ પાસે રસ્તાની વચ્ચે માટીનો ઢગલો ખડકી દેવાયો છે. રસ્તા વચ્ચે માટીના ઢગલાના કારણે વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રસ્તા પર ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાય છે. નોંધનીય છે કે, આ અગાઉ પણ લાલપર પાસે રસ્તા વચ્ચે માટીનો ઢગલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ આવા શખ્સો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.