મોરબી : મોરબીમાં રોડ ઉપર પથ્થર તથા કાટમાળનો ઢગલો ઠાલવીને અમુક તત્વો જાણી જોઈને પ્રજાને નડવાની પ્રવૃત્તિ સમયાંતરે કરતા રહે છે. આવી જ રીતે પીપળીથી ટીંબડી વચ્ચે રોડ ઉપર કોઈક અજાણ્યા લોકોએ રોડ ઉપર પથ્થરોનો ઢગલો કરી દિધો છે. જેના કારણે રોડ અડધો બ્લોક થઈ ગયો છે. અહીંથી પસાર થતા વાહનચાલકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.