ચૂંટણી નિરીક્ષકોએ પણ ફોર્મની માહિતી તપાસી ન હોવાનો આરોપમોરબી : મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે સરપંચના ઉમેદવારને ત્રણ બાળકો હોય સરપંચના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવા રજૂઆત કરવામાં આવી છે.લક્ષ્મીનગર ગામના સિકંદર પુનાભાઈ સુમરાએ ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું છે કે, લક્ષ્મીનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાજલબેન રાયધનભાઈ ડાભીએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જો કે કાજલબેન ડાભીને ત્રણ બાળકો હોવાની નોંધ આંગણવાડી અને ગ્રામપંચાયતમાં કરવામાં આવેલી છે. ચૂંટણીપંચના નિયમ અનુસાર ત્રણ બાળકો ધરાવતા ઉમેદવારોની ઉમેદવારી રદ્દ કરવામાં આવે છે. તેથી કાજલબેન ડાભીની સરપંચ પદની ઉમેદવારી રદ્દ કરવામાં આવે નહીંતર કોર્ટનો સહારો લેવાની ફરજ પડશે. સાથે જ સવાલ કરતાં જણાવ્યું છે કે, ચૂંટણી નિરીક્ષકોએ પણ ફોર્મની વિગતો ચકાસી નથી. આ મામલે યોગ્ય તપાસ કરીને પગલાં ભરવા જણાવાયું છે.