મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શહેરના બૌદ્ધનગર ફિલ્ટર હાઉસ પાસેથી જાહેરમાં બન્ને બાજુ ધાર વાળી ખુલ્લી તલવાર લઈને નીકળેલા આરોપી અક્ષય ઉર્ફે કનુ દલસુખભાઈ મકવાણા ઉ.24 નામના શખ્સને ઝડપી લઈ હથિયાર બંધી જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.