મોરબી : મોરબીમાં પંચાસર રોડ ઉપરથી એ ડિવિઝન પોલીસે કારમાંથી રૂ.૨૫ હજારની કિંમતના ૭૬ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. ઉપરાંત અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને પકડવાની પણ તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે હકિકત મળેલ કે નિકુંજભાઈ ભરતભાઈ કાવર રહે.રાજનગર મહાદેવ પાનની સામે, પંચાસર રૉડ વાળો પોતાના કબ્જા ભોગવટા વાળી કારમા ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીશ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જેથી હકિકત આધારે મોરબી રાજનગર સત્યમ સ્કુલની બહાર પાર્કીંગમા હકિકત વાળી કારમા આરોપી મળી આવતા કારમાથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૭૬ કિ.રૂ.૨૫,૫૦૦/- નો મુદામાલ તથા નંબર પ્લેટ વગરની વર્ના કાર કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧,૭૫,૫૦૦/- સાથે મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ ઉપરાંત મોન્ટુભાઈ પલ્લવભાઈ રાવલ રહે.શકત શનાળાવાળાનું પણ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા તથા પો.સબ.ઇન્સ કે.એચ.ભોચીયા, એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા, પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા, ચકુભાઇ કરોતરા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઈ ગરીયા, તેજાભાઇ ગરચર, હિતેષભાઇ ચાવડા રોકાયેલ હતા.