મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જેતપર રોડ પર પીપળી ગામના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અજય ગોરધનભાઇ સનુરા ઉ.21 રહે.શિવપાર્ક સોસાયટી,પીપળી વાળાને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 120 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.