માળીયા (મી.) : તાલુકાના મોટા દહીંસરા ગામે ભત્રીજા સાથે થયેલા જુના ઝઘડાનો ખાર રાખી કાકા પર હુમલો કરતા હુમલાખોર આરોપીને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર માળીયા (મી.)ના મોટા દહીંસરા ગામના રહેવાસી દિનેશભાઇ મુળુંભાઈ બાલાસરાએ મોટા દહીંથરા ગામના જ રહેવાસી એવા લાલજી ચંદુભાઈ લોખીલ સામે ફરિયાદ નોંધાવી છે કે એમના ભત્રીજાને થોડા દિવસો પૂર્વે આરોપી લાલજી સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. એ ઝઘડાનું મનદુઃખ રાખી લાલજીએ પોતાની સાથે બોલચાલ કરી બાદમાં ઇજા કરવાના ઇરાદે હુમલો કર્યો હતો. આ બનાવની માળીયા (મી.) પો.સ્ટે.માં કલમ 323-24 હેઠળ ફરિયાદ નોંધાતા પો.સ્ટે.ના એ.એસ.આઈ. મહાવીરસિંહ એલ. ઝાલાએ આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne