મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને તરફ મોકલતા તેઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા ઉ.વ.૪૨ રહે. જુના નાગડાવાસ વાળા સામે પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, વોરંટની બજવણી કરી પાસા એકટ તળે ડીટેઇન કરી તેને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત હવાલે કરવામાં આવેલ છે. તેમ એલસીબીની યાદીમાં જણાવાયું છે.