મોરબી : મોરબીની મહિલાને એક કાર્યક્રમમાં માળીયા જવાનું કહીને સ્કોર્પિયો ગાડીમાં બેસાડીને ગૂંગણ ગામની સીમમાં લઈ જઈને છરી બતાવી ધાક ધમકી આપીને એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનની પોલીસે ફરિયાદ નોંધીને દુષ્કર્મ કેસના આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની મહિલાને માળીયા રહેતા સલીમ સુલેમાન કટિયા નામનો શખ્સ ગત તા. 19 જુનના રોજ માળીયામાં એક કાર્યક્રમમાં જવાનું કહીને સ્કોર્પિયો ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો. બાદમાં આ શખ્સ ગૂંગણ ગામની સીમમાં લઈ જઈને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ મહિલાએ આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે આ દુષ્કર્મ કેસના આરોપી સલીમ સુલેમાન કટિયાને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne