મોરબી : 15મી ઓગસ્ટે મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગીત-સંગીતનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મોરબીના નહેરુગેટ ચોકમાં 15મી ઓગસ્ટના રોજ રાત્રે 9 કલાકે ભવ્ય અને દિવ્ય ગીત-સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રિધમ રોક્સ બેન્ડ સાંઈ સાઉન્ડના સથવારે દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને મોરબી દેશભક્તિના રંગે રંગાયું હતું.