કોરોનાને કારણે સતત બીજા વર્ષે રફાળેશ્વરનો મેળો રદ મોરબી : આવતીકાલે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લી દિવસ એટલે કે અમાસ છે. આ અમાસના દિવસે શાસ્ત્રો અને શ્રદ્ધાની દ્રષ્ટિએ પિતૃતર્પણનું અનેરું મહત્વ છે. આથી આવતીકાલે અમાસના દિવસે મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે પિતૃતર્પણ માટે લોકો ઉમટી પડશે અને લોકો કાલે રફાળેશ્વરના પવિત્ર કુંડમાં પિતૃતર્પણ કરી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવશે. મોરબી નજીક આવેલા રફાળેશ્વર મંદિરે વર્ષોથી દર વર્ષે શ્રાવણ માસના છેલ્લા દિવસ એટલે અમાસના દિવસે મેળો ભરાતો હોય છે અને અમાસના આગલા દિવસથી મેળો શરૂ થઈ જતો હોય મોરબી સહિત સોરાષ્ટ્ભરના હજારો લોકો આ મેળાની મોજ ઉઠાવે છે. તેમાંય રફાળેશ્વર મંદિરે આવેલા પવિત્ર કુંડમાં અમાસના દિવસે પિતૃતર્પણનું પણ અનેરું મહત્વ હોવાથી હજારો લોકો ઉમટી પડીને પિતૃતર્પણ કરે છે. જો કે સતત બીજા વર્ષે રફાળેશ્વર મંદિરે અમાસનો મેળો રદ કરવામાં આવ્યો છે. પણ રફાળેશ્વર મંદિર ખાતે આવતીકાલે અમાસ નિમિત્તે પિતૃતર્પણ, દર્શન સહિતની ધાર્મિક વિધિ થઈ શકશે. આથી આવતીકાલે અમાસ નિમિતે મોરબી, વાંકાનેર ઉપરાંત સોરાષ્ટ્ભરના લોકો ઉમટી પડી રફાળેશ્વર મંદિર ખાતે પિતૃતર્પણ વિધિ કરીને ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..