મોરબી : મોરબીના બેલા ગામે પાટીદાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર મોરબી જિલ્લાની 64 ટીમોએ ભાગ લીધો હતો. આ પાટીદાર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ પીપળી મહાકાલ ગ્રુપની કોબ્રા ઇલેવન અને પ્રથમ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં કોબ્રા ઇલેવન ટીમ ચેમ્પિયન બની હતી.