પટેલ રાજા પાઉભાજી એન્ડ ઢોસામાં દરરોજ 50 જેટલા શાકભાજી અને ફળનો ચટાકેદાર ઘૂંટો બનાવી ગ્રહકોને પીરસાઈ છે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શિયાળાની ઠંડીમાં પરિવારો કે મિત્રો સાથે ગરમા ગરમ ઘૂંટો મળી જાય તો બીજું શું જોઈએ? મોરબીવાસીઓને પટેલ રાજા પાઉંભાજી એન્ડ ઢોસામાં આ જલસો માણવા મળશે. અહીં દરરોજ નેચરલ ઘુંટો બનાવીને ગ્રાહકોને પીરસવામાં આવે છે. એક વખત અહીં ઘૂંટો ટેસ્ટ કરવા અવશ્ય પધારો. મોરબીમાં શનાળા બાયપાસ ખાતે ભક્તિનગર સર્કલ પાસે હીરો શો રૂમની સામે પટેલ રાજા પાઉભાજી એન્ડ ઢોસા કાર્યરત છે. જે છેલ્લા 17 વર્ષથી ગ્રાહકોને ટેસ્ટફૂલ ફાસ્ટફૂડ પીરસતું આવ્યું છે. અહીં ખાસ શિયાળા નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘૂંટો પણ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. 50 જેટલા શાકભાજી અને ફળો દ્વારા નેચરલ ઘૂંટો તૈયાર કરવામાં આવે છે. તેની સાથે ગ્રાહકોને રોટલો પણ પીરસવામાં આવે છે. અહીંની ખાસિયત એ છે કે ઘૂંટો ગુણવત્તામાં શ્રેષ્ઠ હોવાની સાથે કિંમત પણ ઓછી રાખવામાં આવી છે. માત્ર રૂ. 40માં એક પ્લેટ ઘૂંટો અને માત્ર રૂ. 20માં બાજરાનો રોટલો એટલે ફક્ત રૂ. 60માં ઘૂંટા પાર્ટી માણી શકાય છે. વધુમાં અહીંથી કોઈ પાર્ટી કે ઇવેન્ટ માટે ઓર્ડર પ્રમાણે પણ ઘૂંટો બનાવી આપવામાં આવે છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવીને ઠંડીના માહોલમાં ગરમાગરમ ઘૂંટાનો સ્વાદ માણે છે. જો તમે હજુ સુધી આ ઘૂંટાનો સ્વાદ નથી માણ્યો તો આજે જ પધારો. વધુ વિગત માટે મો. નં. 9925099169 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.