સરકાર દ્વારા લેવાતી કોમન એન્ટ્રસ ટેસ્ટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વાલીઓને જાગૃત કરાયામોરબી : હાલ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે ત્યારે આ પરીક્ષાઓની જાણકારી આપવા માટે મોરબીની બિલિયા શાળામાં વાલી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.મહત્વનું છે કે, હાલના સમયમાં શિક્ષણક્ષેત્રે પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી અનેકવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓનું આયોજન થતું હોય છે. આ પરીક્ષાઓથી વિદ્યાર્થીઓ માટે સફળતાની અનેક તકો પ્રાપ્ત થતી હોય છે. પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના, જ્ઞાનશક્તિ, જ્ઞાનસેતુ જવાહર નવોદય વિદ્યાલય, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, NMMS નેશનલ મિન્સ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા, ચિત્રકામ પરીક્ષા જેવી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ ખાસ કરીને જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલન્સ 15 જેટલી શાળાઓ છે. ધો.1 થી 5 સરકારી શાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ભણવા, રહેવા, જમવાનો ખર્ચ સરકાર ઉઠાવતી હોય છે. ત્રણ જેટલી રક્ષાશક્તિ સ્કૂલોમાં પણ આ બાળકોને પ્રવેશ મળશે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજનામાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓ જો લિસ્ટ મુજબની ખાનગી શાળામાં પ્રવેશ પ્રાપ્ત કરશે તો રૂપિયા 20 હજાર અને સરકારી શાળામાં જ પ્રવેશ મેળવશે તો વિદ્યાર્થીઓને પાંચ હજાર અને શાળાને બે હજાર રૂપિયા ફાળવવામાં આવશે. વગેરે બાબતોની સમજ શાળાના આચાર્ય કિરણભાઈ કાચરોલા શાળાના અને મોરબી જિલ્લા મહાસંઘના મંત્રીએ ઉપસ્થિત વાલીઓને આપી હતી. વાલીઓએ પણ મુંઝવતા પ્રશ્નો પૂછીને વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું.