આ સ્પર્ધામાં 195 દીકરીઓએ ભાગ લીધો : વિજેતાને શિલ્ડ તથા તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યામોરબી : આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના સહયોગથી મોરબીની શ્રી નાની વાવડી કન્યા તાલુકા શાળામાં સ્વાધીનતાના લડવૈયાઓને યાદ કરવા રાષ્ટ્ર હિત સર્વોપરી અનુસંધાને ચિત્ર સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો. મોરબીની શ્રી નાની વાવડી કન્યા તાલુકા શાળામાં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના સહયોગથી સ્વાધીનતાના લડવૈયાઓને યાદ કરવા રાષ્ટ્ર હિત સર્વોપરી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શ્રી નાની વાવડી કન્યા તાલુકા શાળાની 195 દીકરીઓએ ભાગ લીધો હતો. વિજેતા દીકરીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તરફથી શિલ્ડ આપવામાં આવ્યા અને ભાગ લીધેલ તમામ દીકરીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના દીપેનભાઇ ભટ્ટ, આચાર્ય સાગરભાઇ મહેતા અને શાળા નાં સમગ્ર સ્ટાફમિત્રોએ સાથે મળીને ખુબ જ સુંદર આયોજન કરેલ હતું.