મોરબી : ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ઘુંટું દ્વારા નવસર્જન વિદ્યાલય- ઘુંટું ખાતે તારીખ 22-8-2025ના રોજ વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધોરણ 8 થી 9ના કુલ 130 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વ્યસનની ગંભીર અસરો વિશે સમજણ આપી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબરે આવનાર વિજેતા વિદ્યાર્થઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જ્યારે ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઘુંટુંના મેડિકલ ઓફિસર ડૉ. જીગ્નેશ પંચાસરાના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર એચ.ઓ.પાંચોટીયા તેમજ આરોગ્ય કર્મચારી રવિનભાઈ , જસવંતભાઈ તથા રણછોડભાઈ દ્વારા તમાકુના સેવનથી થતા નુકસાન અંગે તથા વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો તથા વ્યસનથી થતા ગેર ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય પરેશભાઈ ઘેટિયા તથા શાળાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.