મોરબી : મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા આઈશ્રી ખોડીયાર માતાજીના રથ સાથે માટેલધામ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સતત 19માં વર્ષે આ પદયાત્રાનું આયોજન કરાયું છે. તારીખ 13 માર્ચ ને ગુરુવારે હોળીની રાત્રે 9:30 કલાકે મોરબીના દરબારગઢ ચોક ખાતે આવેલા ખોડીયાર મંદિરથી પદયાત્રાનું પ્રસ્થાન થશે અને માટેલધામ સુધી આ પદયાત્રા જશે.