વડીલોને નાના જડેશ્વર, મોટા જડેશ્વર અને ભંગેશ્વર મંદિરના દર્શન કરાવાયા મોરબી : 30 માર્ચ ને રવિવારના રોજ માનવ મંદિર આશ્રિત વડીલોને વિવિધ મંદિરના દર્શન કરાવાયા હતા. જેમાં સવારે 9:00 વાગ્યે માનવ મંદિરથી નીકળી બસ દ્વારા નાના જડેશ્વર, મોટા જડેશ્વર અને ભંગેશ્વર મંદિરના દર્શન કરાવવામાં આવ્યા હતા. આ દરમ્યાન ભંગેશ્વર ટ્રસ્ટના પ્રમુખ હંસરાજ બાપા ઉપસ્થિત હતા અને લીલા લહેર મોરબીના વડીલોનો ધૂન-ભજન કાર્યક્રમ ચાલુ હતો. આ પર્યટનમાં સંસ્થાના પ્રમુખ પોપટભાઈ કગથરા અને ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા ફેમિલી સાથે જોડાયા હતા. હંસરાજ બાપાએ ટ્રસ્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ તમામ વડીલોનું ફૂલહારથી ધામધૂમ સ્વાગત કર્યું. અને બપોરનો પ્રસાદ ધરાવવામાં આવ્યો. આ દરમ્યાન વડીલો સહિત દરેકે લીલા લહેરના વડીલોના ધૂન મંડળ સાથે ખૂબ જ મોજ લીધી હતી. અને બપોર પછી 2:00 કલાકે ત્યાંથી રિટર્ન થયા હતા. ત્યારે જોગ આશ્રમ-લજાઇના દર્શન કરી 3 કલાકે માનવ મંદિર પરત ફર્યા હતા.