મોરબી : મુંબઈ સ્થિત માતા પુષ્પાબેન ભૂપતરાય મહેતા હસ્તે મહેતા પરિવાર દ્વારા ડો. હસ્તીબેન મહેતાના એક દિવસીય ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન મોરબીના નવલખી રોડ પર આવેલા સાઈબાબા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.આ ફ્રી મેડિકલ કેમ્પમાં દર્દીનું વજન કરી તપાસી ને ત્રણ દિવસની દવા સાથે જરુરિયાત મુજબ બ્લડ, સુગર તથા બીપી ચેક કરી આપવામા આવ્યું હતું. આ કેમ્પમાં શરદી, ઉધરસ, તાવ,,ગાલ પચોળીયાના દર્દીઓ ઉપરાંત કમર, ઘૂંટણ, ખભાના તેમજ અન્ય સાંધા અને વાના દર્દીઓને જયસુખભાઈ ભાલોડીયાએ પોઇન્ટ દ્વારા સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે સાંઈ બાબા મંદિરના સેવક બાબુભાઈ, અલ્પાબેન કક્કડ, જસવંતીબેન સોનગ્રા વગેરેએ જહેમત ઉઠાવી હતી. કેમ્પ સહાયક તરીકે કોઠારીભાઈ તેમજ રશ્મિનભાઈ ઈસાઈએ સેવા આપી હતી.