મોરબી : મોરબીના લાલપર ગામના યુવાનો દ્વારા દ્વારકા જતા પદયાત્રિકો માટે એક દિવસના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલપર ગામમાં રબારી સમાજ અને પટેલ સમાજની એકતા થી દ્વારકાધીશ યુવા ગ્રુપ ચાલે છે. આ ગૃપ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ ગૃપ દ્વારા દ્વારકા જતા પદયાત્રિકો માટે એક દિવસનો સવારનાં નાસ્તાનો સેવા કેમ્પ યોજાય હતો. જેમાં થેપલા, દહીં ભાજી,ચાની સેવા આપવામાં આવી હતી. આ ગૃપના યુવાનોએ તમામ વસ્તુઓ જાતે મહેનત કરી બનાવી હતી અને લોકોને પ્રેમથી નાસ્તો કરાવ્યો હતો.