મોરબી : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં ખેતમજૂરી કરતા એક પરિવારની માત્ર દોઢ વર્ષની બાળકીનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કરણાવદ (શેમલ્યા) ના વતની અને હાલ વાંકાનેરના અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ છગનભાઇ શામજીભાઇ કાંજીયાની વાડીએ રહીને ખેતમજૂરી કરતા કલમભાઇ જામસીંગભાઇ ગુંડીયા (ઉ.વ. ૩૧) ની દીકરી નૈયા (ઉ.વ. ૧.૫ વર્ષ) ગત તારીખ ૨૯/૦૩/૨૦૨૬ ના રોજ બપોરના બે વાગ્યા પહેલાના સમયગાળામાં વાડીએ આવેલી ઓરડી પાસે પોતાના ભાઈ-બહેનો સાથે રમી રહી હતી.તે વખતે રમતા રમતા અકસ્માતે માસૂમ નૈયા પાણી ભરેલી કુંડીમાં પડી ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બાળકીના પિતા કલમભાઇએ પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતની નોંધ (અ.મોત રજી નંબર ૧૬/૨૦૨૬) કરી છે. આ મામલે વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.બી.જાડેજા ચલાવી રહ્યા છે.#Wankaner #WankanerNews #MorbiUpdate #MorbiNews #AccidentalDeath #GujaratNews #SadNews