કુબેરનાથ મંદિરેથી વૃધ્ધાનો ઘર સુધી પીછો કર્યો : પીવાનું પાણી માંગી ચેઇન ઝૂંટવી નાસી ગયોમોરબી : મોરબી શહેરના કુબેરનાથ મહાદેવ મંદિરે દર્શને ગયેલા સોની વૃધ્ધાનો ઘર સુધી પીછો કરી અજાણ્યા શખ્સે સરનામું પૂછવાને બહાને પાણી માંગ્યા બાદ ગળામાંથી દોઢ તોલાનો સોનાનો ચેઇન આચકી નાસી જતા મોટર સાયકલના નંબરના આધારે ઉઠાવગીર સમડી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.ચિલઝડપના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની પારેખ શેરીમાં રહેતા ભારતીબેન દીપકભાઈ પારેખ ઉ.62 નામના મહિલાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જીજે -10 - ઇએ - 8593 નંબરના મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.4ના રોજ રાત્રીના સમયે તેઓ કુબેરનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા બાદ પરત આવતા મંદિરના ઓટલા ઉપર બેઠા હતા ત્યારે એક અજાણ્યો યુવાન તેમની નજીક બેઠો હતો.બાદમાં તેઓ ઘર તરફ જવા લાગતા આ શખ્સે તેમનો પીછો કરી પારેખ શેરીમાં આવી પ્રવિણસિંહ જાડેજાનું મકાન ક્યાં આવે તેમ પૂછતાં ભારતીબેને ખબર નથી એમ કહેવાય છતાં આ શખ્સે પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું.દરમિયાન ભારતીબેન ઘર પાસે પહોંચતા આ યુવાન પણ તેમની પાછળ આવતા ભારતીબેને કહ્યું હતું કે, આ શેરી બંધ શેરી છે જેથી આગળ જઈ તેને મોટર સાયકલ પાછું વાળી ભારતીબેન પાસે પીવાનું પાણી માંગતા ઘરમાંથી ભારતીબેને પાણી આપતા ગ્લાસ પાછો આપતી વેળાએ આ અજાણ્યા શખ્સે ગળામાંથી દોઢ તોલાનો ચેઇન કિંમત રૂપિયા 1,05,000 આચકી નાસી ગયો હતો.બાદમાં સિસિટીવી ચેક કરતા ચેઇનની ચિલઝડપ કરનાર જીજે 10 ઇએ 8593 નંબરના મોટર સાયકલ ઉપર આવ્યો હોવાનું સામે આવતા અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.