મોરબી : અરબી સમુદ્રમાં લોપ્રેસર ઉદ્દભવ્યું હોય ચક્રવાતનો ખતરો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજુ સુધી હવામાન વિભાગ દ્વારા આ મામલે કોઇ ચોક્કસ આગાહી જાહેર કરવામા આવી નથી. પણ અનેક બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેમાં નવલખી બંદરે પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.