મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત BLC (બેનીફીશીયરી લેડ કન્ટ્રકશન) ઘટક હેઠળ નવી અરજીઓ સ્વીકારવા માટે વિશેષ રાત્રી સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ જે લોકો પાસે પોતાનું ઘર નથી અને જેઓ પોતાના પ્લોટ પર નવું મકાન બનાવવા ઈચ્છે છે, તેમને સરકાર તરફથી મળવાપાત્ર લાભો અને પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવશે.આ રાત્રી સભામાં મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગ દ્વારા PMAY(U) 2.0 અંતર્ગત કોને અને કેવી રીતે લાભ મળી શકે તેની ઝીણવટભરી માહિતી આપવામાં આવશે. પોતાના સપનાના ઘરનું બાંધકામ કરવા ઈચ્છતા તમામ આવાસ વિહોણા લોકોને આ રાત્રી સભામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.રાત્રી સભાનું શિડ્યુલ:1. તા.05/03/2026 (ગુરુવાર): ક્લસ્ટર–4 ત્રાજપર ગ્રામ પંચાયત ઓફીસ - રાત્રીના 07:00 થી 08:00 સુધી2. તા. 06/03/2023 (શુક્રવાર): ક્લસ્ટર–4 ભડિયાદ ગ્રામ પંચાયત ઓફીસ - રાત્રીના 07:00 થી 08:00 સુધી#Morbi #MorbiUpdate #PMAY #NarendraModi #PradhanMantriAwasYojana #MorbiNagarpalika #HousingScheme #GujaratNews #Trajpar #Bhadiyad #HomeLoan #GovernmentScheme