ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લવાયું: વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા મોરબી અપડેટ: મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાના આંદરણા ગામે રાત્રીસભા યોજાઈ હતી. આ સભામાં ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવતી વિવિધ સ્થાનિક સમસ્યાઓ, પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ દાખવી ગ્રામજનોના અનેક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.રાત્રીસભા દરમિયાન ઉપસ્થિત લોકોને વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરી અંગે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, પ્રાંત અધિકારી પ્રવીણ સિંહ જેતાવત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પવન કુમાર શ્રીવાસ્તવ, PGVCL મોરબીના અધિક્ષક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ICDS ના પ્રોગ્રામ ઓફિસર, નાયબ પશુપાલન નિયામક, નાયબ ખેતી નિયામકો, જિલ્લા બાગાયત અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયતના કાર્યપાલક ઇજનેરો સહિત મોરબી તાલુકાને લગતા તમામ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #Andarna #RatriSabha #MorbiCollector #GramPanchayat #GujaratNews