મોરબી : મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દયાનંદ સરસ્વતીની જન્મ જંયતિ નિમિત્તે રાત્રિપ્રકાશ વોલીબોલ શુટીંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત આ વર્ષે પણ રાત્રિપ્રકાશ વોલીબોલ શુટીંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. જેમાં વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને શિલ્ડ અને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શહેરી કેટેગરીમાં બેસ્ટ શૂટર દિલીપભાઈ ગોહેલ, બેસ્ટ નેટી રાણીપા જીજ્ઞેશભાઈ અને વિડજા સંતોષભાઈ બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા. ગ્રામીણ કેટેગરીમાં બેસ્ટ શૂટર સંજયભાઈ ભાલોડીયા, બેસ્ટ નેટી સતિષભાઈ ગડારા અને ભાલોડીયા અલ્પેશભાઈ બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ થયા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે દિપકભાઈ વ્યાસ, ગજેન્દ્રભાઈ કારેલીયા અને દેવકુમાર પડસુંબીયા સહિત આર્યવીર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. મેચમાં અમિતભાઈ પટેલ અને દિલીપભાઈ ગાહેલ, જીજ્ઞેશ રાણીપાએ રેફરી તરીકેની સેવા આપી હતી. મહાનુભાવોના હસ્તે ઋષિ બોધોત્સવની પૂર્વ સંધ્યાએ દરેક વિજેતા અને રનર્સઅપના ખેલાડીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.