તાલુકા વિકાસ અધિકારી એન. એમ. તરખાલાના હસ્તે કલ્યાણપર ગ્રામ પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું ટંકારા : ટંકારાના કલ્યાણપર ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા વિકાસ અધિકારી એન. એમ. તરખાલાના હસ્તે કલ્યાણપર ગ્રામ પંચાયત બિલ્ડીંગનુ લોકાર્પણ કરીને આ ગ્રામ પંચાયત જનહિતાર્થ ખુલ્લી મુકવામાં આવી હતી. ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે નવનિર્માણ પામેલ ગામ પંચાયત કચેરીનુ તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ તકે સરપંચ દિનેશભાઈ વાધરિયા, તલાટી કમ મંત્રી કિશોર ભટાસણા, તાલુકા પંચાયતના લો ભાઈ અને ગામના આગેવાનો સાથે મળી સાદગી પુર્વક નવી પંચાયત કચેરી ખુલ્લી મુકવામાં આવી હતી. કોરોના વાઈરસને પગલે 15 ઓગસ્ટે માત્ર પદાધિકારીઓ અને આગેવાનોની હાજરીમા રીબીન કાપી નવી પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.